કોણ કહે છે કે 2020 એ ખરાબ હતું
કોણ કહે છે કે 2020 એ ખરાબ હતું...
■ સફાઈ ની કિંમત શુ છે તે સમજાવી ગયું.
■ શરીર ની તંદુરસ્તી ની કિંમત સમજાવી ગયું.
■ ચાટ, ઇટાલિયન, મેક્સિકન ની સામે ઘરની દાળ-રોટલી ની કિંમત સમજાવી ગયું.
■ હોટેલમાં અને સામાજિક કાર્યક્રમો માં વેડફાતા અન્ન ની કિંમત સમજાવી ગયું.
■ આજની બચત કાલની પૂંજી છે તે વાત સમજાવી ગયું.
■ શહેરો માં વસનાર ને માદરે વતન ની કિંમત સમજાવી ગયું.
■ ઈન્ટરનેટ ની દુનિયા માં ફસાયેલી નવી પેઢી ને જૂની પેઢી ની વાર્તા સમજાવી ગયું.
■ ઓનલાઈન શિક્ષણ ની કડાકૂટ માં શિક્ષક ની કિંમત સમજાવી ગયું.
■ આપણી અંદર રહેલી છુપી કલા ને જાગૃત કરી ગયું.
■ કામ ધંધા માં સદાય ઓતપ્રોત રહેનાર ને કુટુંબની કિંમત સમજાવી ગયું.
■ નોકરી અને ધન પાછળ ઘેલા થયેલ લોકો ને જીવન ની બીજી બાજુ શુ છે તે સમજાવી ગયું.
■ વિપરીત પરિસ્થિતિ માં પણ રમાયેલું રાજકરણ પ્રજા ને ઘણું બધું સમજાવી ગયું.
■ શાળા માં ન શીખવ્યા હોય એવા બોધ શીખવાળી ગયું.
■ જનાવરો ને પાંજરામાં થતી અનુભૂતિ નો અહેસાસ શુ છે તે માનવી ને સમજાવી ગયું
■ લગ્ન પ્રસંગો ઉત્તમ રીતે સાદાઈથી પણ થઈ શકે એમ સમજાવી ગયું.
■ પ્રદુષણ રહિત જીવન ની અનુભુતી કરાવી ગયું.
◽અનુભવ એજ સૌથી મોટો શિક્ષક છે એ વાત યાદ રાખજો.
◽ખરાબ સમય પણ ઘણુંબધું શીખવાડી જાય છે એવુ કહેનાર વડીલો ની વાત આજે સમજાય છે.
*સમય પરિવતઁનશીલ છે...
CREATED BY : AMIT CHAUDHARY
[ A.R. CHAUDHARY]

0 Comments