Subscribe Us

કહો હું કોણ છું ? – ઉખાણા


કહો હું કોણ છું ? – ઉખાણા


          




•]

બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચકચમાં


કાતર


•]

એક પ્રાણી એવું,

જે વન-વગડામાં રહેતું,

મોટા-મોટા કાન,

ને શરીર છે સુંવાળું


સસલું


•]

નાનું મોટું મળે ને

પાણીમાં એ તરે,

સૌ સવારી કરે,

તેને કયું વાહન કહે?


હોડી-નાવડી


•]

વડ જેવાં પાન,

ને શેરડી જેવી પેરી,

મોગરા જેવાં ફૂલ ને

આંબા જેવી કેરી.


આકડો


•]

હવા કરતાં હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં.


ફુગ્ગો


•]

એની અછત ઝટ વરતાય

એનાં વગર સૌ પરસેવે ન્હાય

એને પામવા વિકલ્પો શોધાય

એના વગર લગીરે ના જીવાય


હવા


•]

હું સૂર્યમંડળનો એક સભ્ય,

સૌથી સુંદર લાગું છું,

પીળાશ પડતો રંગ મારો

મારી ફરતે બર્ફીલા વલયો


શનિ ગ્રહ


•]

ઘરમાં મહેમાનોને દેવાય

વોટમાં નેતાઓને દેવાય

આરામ કરવામાં વપરાય


ખુરશી 


•]


નામ બારણા સંગે આવે

હવાઉજાસ ઘરમાં લાવે

ઋતુઓ સામે રક્ષણ આપે

કોઈને તેના વિના ના ફાવે


– બારી


•]


એ પૈસા, દરદાગીના રક્ષે

કપડાં સારાં સૌ તથા મૂકે

તાળું મારી સુખથી સૂએ

લોકો ઘરમાં અચૂક વસાવે


– તિજોરી


•]


ચાર પાયા પર ઉપર આડી છત

કરો તેના ઉપર બસ લખ લખ લખ


– ટેબલ


•]


ટન ટન બસ નાદ કરે

ઘડિયાળ જોઈ સાદ કરે

સ્કૂલ નિશાળે એ લટકે

રણકે તો બાળકો છટકે


– ઘંટ


•]


ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો

પથરાયું મુજ પર ઘાસ

પશુ પક્ષીનું ઘર હું છું

મને ઓળખો હું કોણ છું?


– જંગલ


•]


1] દાદા છે પણ દાદી નથી,

ભાઈ છે પણ ભાભી નથી

નવરો છે પણ નવરી નથી,

રોજી છે પણ રોટી નથી


દાદાભાઈ નવરોજી


•]

મહાન છે પણ નીચ નથી.

આત્મા છે પરમાત્મા નથી

ગાંધી છે પણ નહેરુ નથી,

જગમાં તેનો જોટો નથી


મહાત્મા ગાંધીજી


•]

એ આપવાથી વધે છે.

એ આવે ત્યારે જન જાગે છે

એ જાય ત્યારે જન ઊંઘે છે.


વિદ્યા


•]

એક એવું અચરજ થાય

જોજન દૂર વાતો થાય


ટેલિફોન , કોમ્પુટર


•]

ઉનાળુ ઊલટું ઘરે,

ચોમાસે ભરાય

એ આવે સુખ ઉપજે,

તે સમજાવો


સરોવર


•]

અગ, મગ ત્રણ પગ,

લક્કડ ખાય

અને પાણી પીએ.


ઓરસિયો


•]

અક્કડ પાન,

કડાક્ક બીડી.

માંહી રમે છે

કામી કીડી


અક્ષર


•]


1] લીલી બસ, લાલ સીટ

અંદર કાળા બાવા


તરબૂચ


•]

આટ્યું પાટ્યું ભોંયમાં દાટ્યું

સવારે જોયું તો સોનાનું પાટ્યું


સૂરજ


•]

ખારા જળમાં બાંધી કાયા

રસોઈમાં રોજ મારી માયા

જનમ ધર્યાને પારા છોડા,

મારા દામ તો ઊપજે થોડા


મીઠું


•]

ઘેર ઘેર દીવડા પ્રગટાવે

અમીર ગરીબ સૌ આનંદ લૂંટે

વેરઝેરની આજે વાતો ભૂલાય

મીઠા મોં કરી આજે સૌ મલકાય


દિવાળી


•]

શરીર નહીં પણ જન્મે ખરી,

મોં નહીં પણ કરે અવાજ

જન્મી એવી ઝટ મરે


ચપટી


•]

ભેંસ વિયાણી પાડો પેટમાં

દૂધ દરબારમાં જાય

ચતુર હોય તો સમજી લ્યો

મૂરખ ગોથા ખાય !


કેરી


•]

જળનાં ફૂલ છે જે

તળાવોમાં થાતાં

લિંગ પર ચઢે

થાય ધોળાં રાતાં


કમળ


•]

ગોળ ઓરડો અંધારો ઘોર

એમાં પૂર્યાં રાતા ચોર,

એ ચોરને બધાંય ખાય

છે કલજુગનું કૌતુક ઑર !


દાડમ


•]

પીળા પીળા પદમસી

ને પેટમાં રાખે રસ

થોડાં ટીપાં વધુ પડે તો

દાંતનો કાઢે કસ !


લીંબુ


•]

રાતા રાતા રતનજી

પેટમાં રાખે પાણા

વળી ગામે ગામે થાય,

એને ખાય રંકને રાણા !


બોર

Post a Comment

0 Comments