Subscribe Us

Makar Sankranti 2021: મકર સંક્રાંતિ પર પતંગ કેમ ચગાવવામાં આવે છે

 


Makar Sankranti 

2021: મકર સંક્રાંતિ

પર પતંગ કેમ ચગાવવામાં 

આવે છે

- જાણો, ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાથી થતાં ફાયદાઓ વિશે...

નવી દિલ્હી, તા. 14 જાન્યુઆરી 2021, ગુરુવાર 

14 જાન્યુઆરી, ગુરુવાર એટલે કે આજે મકર સંક્રાંતિનો પર્વ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે લોકો હર્ષોઉલ્લાસની સાથે પતંગબાજીની મજા માણે છે. 

મકર સંક્રાંતિ પર પતંગ ચગાવાનો લાભ

મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવા પાછળ ધાર્મિક કારણોની સાથે જ વૈજ્ઞાનિક પક્ષ પણ છે. જાણો, મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવા પાછળનું કારણ અને તેનાથી થતાં ફાયદાઓ વિશે... 

સૂર્યનાં કિરણો ઔષધિય કામ કરે છે

મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું ઉત્તરાયણ થાય છે. આ દિવસે સૂર્યના કિરણો ઔષધિઓનું કામ કરે છે. શિયાળાના કારણે શરીરમાં કફ અને ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા આવી જાય છે. એવામાં આ દિવસે પતંગ ચગાવવાથી આ સમસ્યાઓથી છૂટકારો મળે છે. 

વિટામિન ડી મળે છે 

આ દિવસે સૂર્યનું ઉત્તરાયણ થવાને કારણે સૂર્યના કિરણોમાં વધુ પ્રમાણમાં વિટામિન ડી મળી આવે છે. આ દિવસે પતંગ ચગાવવાથી સૂર્યના કિરણો સીધા વ્યક્તિના શરીર પર પડે છે જેનાથી કેટલીય શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળે છે. 

પતંગ ચગાવવાથી શરીરમાં બને છે ગુડ હૉર્મોન્સ

વૈજ્ઞાનિક તથ્યો અનુસાર, પતંગ ચગાવવાથી મગજ હંમેશા એક્ટિવ રહે છે. આ ઉપરાંત હાથ અને ગળાની માંસપેશિઓમાં ફ્લેક્સીબિલીટી જળવાઇ રહે છે. પતંગ ચગાવવાથી શરીરમાં ગુડ હૉર્મોન્સ બને છે જેના કારણે મન પ્રસન્ન રહે છે. આ સાથે જ પતંગ ચગાવવાથી આંખોની પણ એક્સરસાઇઝ થાય છે. 

ભગવાન શ્રીરામે કરી હતી પતંગ ચગાવવાની શરૂઆત

પુરાણો અનુસાર, મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની શરૂઆત પ્રભ શ્રીરામે કરી હતી. પુરાણો અનુસાર, પ્રભુ શ્રીરામની પતંગ સ્વર્ગલોકમાં ભગવાન ઈન્દ્રની પાસે પહોંચી હતી. ત્યારથી પતંગ ચગાવવાની પરંપરા આજ સુધી નિભાવવામાં આવી રહી છે. 

Post a Comment

0 Comments